એક ધક્કો
વસંતમાં
ઓસરીના પીલરને
અડીને ઉભેલી બાળાએ
ખાધો એક ધક્કો વસંતમાં,
કેસુડાના
કેસરિયા પુશ્પ ફોરમની ઉંડાણે
મ્હેક્યો એક
સુવાસ વસંતમાં,
ગુંદાના પાનોની
વચ્ચેની નાજુક ભાજીએ
મ્હોરાયો એક
મોર વસંતમાં,
ગુલાબના મરૂન
પાંદડા ઉપરર્ની ભાતોએ
સ્પર્શાવ્યો એક ભાવ વસંતમાં,
કુદરતના
રંગબેરંગી વનોઉપવનોના જમાલે
મોહાયો એક રંગ
વસંતમાં,
મંદમંદ પવનની
શીતલ લહેરાતી લહેરોએ
લહેરયો એક તરંગ
વસંતમાં,
માતાની બાહોમાં
સમાયેલ પ્રેમસભર બાળાએ
અનુભવ્યો એક
અહેસાસ વસંતમાં,
પ્રેમ માતાનો
પામેલ વાત્સલ્યવંત બાળાએ
ખેલ્યો એક ખેલ
વસંતમાં,
અધરમધ્યના
નાનકડા મુખથકી શબ્દોએ
બોલાયો એક
ટહુકો વસંતમાં,
મને સંભળાયેલ
વસંતના પ્રણયસૂર ટહુકે
ગવાયો એક આલાપ
વસંતમાં...
This is my personal imagination through write a poem and base on the spring season.
No comments:
Post a Comment